ICCનો ઐતિહાસિક નિર્ણય,મહિલાઓને પુરૂષોના જેટલી જ ઈનામી રકમ મળશે
Live TV
-
ICCએ મંગળવારે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. આ અંતર્ગત હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને એક સમાન ઈનામી રકમ મળશે. તેની શરૂઆત આવતા મહિને UAEમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે.UAE માં રમાનારી T20 મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમને 2.34 મિલિયન અમેરીકી ડોલર મળશે
ICCએ મંગળવારે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. આ અંતર્ગત હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને એક સમાન ઈનામી રકમ મળશે. તેની શરૂઆત આવતા મહિને UAEમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે.UAE માં રમાનારી T20 મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમને 2.34 મિલિયન અમેરીકી ડોલર મળશે, જે 2023 માં દક્ષિણ આફ્રિકામાં ટાઇટલ જીતવા પર ઓસ્ટ્રેલિયાને ચૂકવવામાં આવેલા 1 મિલિયન અમરેકી ડોલક કરતાં 134 ટકા વધુ છે.વર્લ્ડ કપમાં હારનો સામનો કરનાર બે સેમીફાયનલીસ્ટને 6,75,000 અમેરીકી ડોલર પ્રાપ્ત થશે . ઇનામની કુલ રકમ 79,58,080 અમેરીકી ડોલર રહેશે , જે ગયા વર્ષના કુલ 2.45 મિલિયન અમેરીકી ડોલર કરતા 225 ટકા વધારે છે.
આઈસીસીના એક નિવેદન અનુસાર આ નિર્ણય જુલાઈ 2023માં આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સમાં લેવામાં આવ્યો હતો જ્યારે આઈસીસી બોર્ડે તેના 2030ના નિર્ધારિત કાર્યક્રમન સાત વર્ષ અગાઉ ઈનામની રકમની બરાબરી કરવાનો નિર્ણય લીધો હતો. આમ ક્રિકેટ પ્રથમ મોટી રમત બની છે જેમાં સમાનતા હોય છે. વર્લ્ડ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે ઇનામી રકમ.
ભારતીય મહિલા ટીમ 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી તેઓ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે ભારતીય મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવાના સપનાને સાકાર કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે.
ભારતીય મહિલા ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ મોટા સ્ટેજ અને ટાઈટલ જીતવાનું સપનું હજુ અધૂરું છે. માત્ર નોક-આઉટ સ્ટેજ સુધી પહોંચવું પૂરતું નથી, પરંતુ આ ટીમ હવે ટ્રોફી જીતે તેવી અપેક્ષા છે, તેથી તેમના પર દબાણ વધવાનું નક્કી છે. ખેલાડીઓનું પ્રદર્શન હોય કે પ્રશંસકોનું સમર્થન, મહિલા ક્રિકેટમાં ધીમે ધીમે બધું બદલાઈ રહ્યું છે.તેથી, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આગામી મહિને UAEમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં પણ ટ્રોફી જીતે તેવી અપેક્ષા છે.