Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા PM અલ્બાનીઝ સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો શું કહ્યું?

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે (6 મે, 2025) ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયાના 32માં પ્રધાનમંત્રી તરીકે તેમની ઐતિહાસિક પુનઃચૂંટણી બદલ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. 

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એન્થની અલ્બાનીઝને ટેગ કરીને પીએમ મોદીએ લખ્યું હતું કે, 'મારા મિત્ર એન્થની અલ્બાનીઝ સાથે વાત કરી અને તેમના પક્ષના ઐતિહાસિક વિજય બદલ વ્યક્તિગત રીતે અભિનંદન આપ્યા હતા. અમે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને સહયોગના નવા ક્ષેત્રો શોધવા માટે નવા જોશ સાથે સાથે કામ કરવા સહમત થયા.'

    આ દરમિયાન, બંને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (CSP) ને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, CSP એ તેના પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સહયોગનો વિકાસ જોયો છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય મૂળના ડાયસ્પોરાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

    બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને મુક્ત, ખુલ્લા, સ્થિર, નિયમો-આધારિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ પ્રધાનમંત્રી અલ્બાનીઝને વાર્ષિક સમિટ તેમજ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

    આ પહેલા પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બદલ એન્થની અલ્બાનીઝને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે તમારી જંગી જીત અને ફરીથી ચૂંટાઈ આવવા બદલ એન્થની અલ્બાનીઝને અભિનંદન. આ પ્રચંડ જનાદેશ ઓસ્ટ્રેલિયન લોકોના તમારા નેતૃત્વમાં રહેલા કાયમી વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સાહિત છું.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply