આસારામને આજીવન કેદ, અન્ય બે આરોપીને 20 વર્ષની જેલ
Live TV
-
16 વર્ષિય તરૂણીના બળાતિકારના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, આસારામને આજીવન કેદની સજા કરવામાં આવી છે, બાકીના બે આરોપીઓ શિલ્પા અને શરદને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
સગીરા રેપ મામલે આસારામ અને તેની સાથેના પાંચ આરોપીઓ દોષિત જાહેર થયા છે. બળાત્કાર કેસમાં નાસતા ફરતાં આસારામ ઇંદોરમાં જ્યારે પ્રવચન આપવા પહોંચ્યા, ત્યારે ભારે ધાંધલ વચ્ચે 1 સપ્ટેમ્બર 2013ના દિવસે આસારામની પોલીસે ધરપકડ કરી લીધા બાદ તેને જોધપુર જેલમાં શિફ્ટ કરી દીધો હતો. આજીવન કેદની સજા જાહેર થતાની સાથે જ આસારામની આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં. પોતાના જ આશ્રમની સગીર શિષ્યા સાથે રેપના મામલામાં આસારામને જોધપુર કોર્ટમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. હવે આસારામને પોતાની બચેલી જિંદગી જેલમાં જ વિતાવવી પડશે. બાકીના બે આરોપીઓ શિલ્પા અને શરદને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આસારામ પરના આરોપો 20 ઓગષ્ટ 2013માં સગીરાએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો 15 ઓગષ્ટ 2013માં ઇલાજના બ્હાને મળાઇ ફાર્મ હાઉસમાં કુકર્મ કર્યું 20 ઓગષ્ટ 2013માં પીડિતના પરિવારે દિલ્હીના કમલાનગર પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 31 ઓગષ્ટ 2013માં પોલીસે નોંધી ફરિયાદ આસારામની ખેલની રીત સગીરા 14 ઓગષ્ટ સવારે જોધપુરના મળાઇ આશ્રમ પહોંચ્યા, આસારામ ઝાડ નીચે સત્સંગમાં બેઠા હતા. સત્સંગમાં આસારામ સામે 150 લોકો હતા. સાંજે આસારામ પીડિતાને મળ્યા. આસારામે પીડિતાને કહ્યું ક્યાં ક્લાસમાં અભ્યાસ કરે છે. આસારામે કહ્યું તારે શું બનવું છે ? પીડિતાએ કહ્યું હતું કે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. આસારામે કહ્યું મોટો અધિકારીઓ મારી સામે નમે છે. તું બીએડ કરી શિક્ષિકા બની જા..ગુરૂકૂળમાં નોકરી લગાવી દઇશ. ગુરૂકૂળની પ્રિન્સિપાલ બનાવવાની લાલચ આપી. પીડિતા આસારામની લાલચને સમજી ન શકી. રાત્રે આસારામે અનુષ્ઠાનના નામે યુવતીને પોતાના રૂમમાં બોલાવી. યુવતીના માતા-પિતાને બહાર બેસાડ્યા હતા. આસારામે રૂમમાં લઇ જઇ યૌનશોષણ કર્યું પુરાવા આ રીતે હટાવ્યા યૌનશોષણ કેસમાં આસારામ સરખો ફસાયો યૌનશોષણ કેસમાં પુરવા નષ્ટ કરવા, સાક્ષીઓને મારવાની કોશિશ કરાઇ મહેન્દ્ર ચાવલા આ કેસનો મુખ્ય સાક્ષી છે ચાવલા અદાલત સામે પોતાનું નિવેદન આપી ચુક્યો છે 13 મે 2015માં પાનીપતમાં બે બાઇક સવારોએ ગોળીમારી હત્યા કરી નાંખી કૃપાલસિંહ નામના સાક્ષીનું 10 જુલાઇ 2014માં શાહજહાંપુરમાં ગોળી મારી હત્યા થઇ અખિલ ગુપ્તાનું 11 જાન્યુઆરી 2015માં મુઝફ્ફરનગરમાં ગોળી મારી દેવાઇ અમૃત પ્રજાપતિની 23 મે 2014ની રાજકોટમાં ગોળીમારી હત્યા કરાઇ રાહુલ સચાન પર 13 ફેબ્રુઆરી 2015માં જોધપુર કોર્ટ બહાર હુમલો કરાયો રાજુ ચંદોક પર 6 ડિસેમ્બર 2009માં ફાયરિંગ કરાયું