ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજથી દક્ષીણ અમેરિકાના ત્રણ દેશોના પ્રવાસે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ રવિવાર અને સોમવારે ગ્વાટેમાલાની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજથી ત્રણ દેશોના પ્રવાસ માટે રવાના થયા છે. તેઓ ગ્વાટેમાલા, પનામા અને પેરૂ રાષ્ટ્રની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ રવિવાર અને સોમવારે ગ્વાટેમાલાની મુલાકાત લેશે. તેઓ 8-9મી મે, ના રોજ પનામાની તથા 10 અને 11 મેના રોજ પેરૂની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આ ત્રણેય દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે અને વિચારણા કરશે. તેમની સાથેના પ્રતિનિધિમંડળમાં કેન્દ્રિય રાજ્ય આદિજાતિ બાબતોના મંત્રી જશવંતસિંહ ભાભોર પણ છે.