કર્ણાટક : ચૂંટણી નામાંકનનો અંતિમ દિવસ, 12 મે મતદાન, 15 મે મત ગણતરી
Live TV
-
12 મેના રોજ ચૂંટણી યોજાશે અને 15 મે ના રોજ મત ગણતરી થશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે નામાંકનનો અંતિમ દિવસ છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બાદામી વિધાનસભા સીટથી નામાંકન દાખલ કરશે. ચૂંટણી માટે ભાજપે સોમવારે પોતાના ઉમેદવારોની ચોથી લિસ્ટ જાહેર કરી હતી, જેમાં 60 ઉમેદવારોના નામ છે. 224 વિધાનસભા સીટોવાળી કર્ણાટકમાં ભાજપાએ અત્યાર સુધી ત્રણ યાદીમાં 220 ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ભાજપના એક પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં ચૂંટણી પંચની મુલાકાત કરીને રાજ્યમાં કેટલાંક અધિકારીઓની ફરિયાદ કરી છે. 12 મેના રોજ ચૂંટણી યોજાશે અને 15 મે ના રોજ મત ગણતરી થશે.