કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સિમેન ભાઈઓને કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 28 દિવસ પછી અપાશે
Live TV
-
કોરોના સામે હાલ યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે. કારણકે હાલ કોરોનાથી બચવા માત્ર રસીકરણ જ એક ઉપાય છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ પુરજોશમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ કોવિશિલ્ડ રસીમાં પ્રથમ ડોઝ પછી બીજો ડોઝ 84 દિવસે અપાય છે. પરંતુ દીવમાં સિમેન ભાઈઓને 84ના બદલે 28 દિવસ પછી બીજો ડોઝ મળશે. સિમેન ભાઈઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને રોજગાર અર્થે જવાનું હોવાથી તેમને જલ્દી વેક્સિન મળે. આ રજૂઆતને તંત્રએ ધ્યાને લઈ ચર્ચા વિચારણા બાદ 28 દિવસે વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈ સિમેન ભાઈઓએ તંત્રનો આભાર માન્યો હતો.
