કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાત લેશે, મૈસૂરના ચાંમુડેશ્વરી મંદિરમાં પૂજા-અર્ચના કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાત લેશે, મૈસૂરના ચાંમુડેશ્વરી મંદિરમાં પૂજા-અર્ચના કરશે, જે બાદ સુત્તુરુ જાથરા મહોત્સવનું ઉદ્ધાટન કરશે, થૈરે આહિરા ગેસ્ટ હાઉસનું પણ ઉદ્ધાટન કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કર્ણાટક પ્રવાસ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લેતા ખૂબ મહત્વપૂર્ણ રહેશે. તેઓ ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીમાં સહભાગી બનશે, સાથો સાથ લોકસભા કલ્સ્ટરની બેઠકમાં ચૂંટણી લક્ષી રણનીતિઓ પર ચર્ચા કરશે.