Skip to main content
Settings Settings for Dark

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, આજથી નવા ભાવ લાગુ

Live TV

X
  • કેન્દ્ર સરકારે ઘરેલુ રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ નવી કિંમત 8 એપ્રિલ એટલે કે આજથી લાગુ થશે. આ વધારો સબસિડીવાળા અને બિન-સબસિડીવાળા 14.2 કિલોગ્રામના સિલિન્ડરો પર લાગુ થશે, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) લાભાર્થીઓ માટેના સિલિન્ડરનો પણ સમાવેશ થાય છે.

    પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડરની કિંમત હવે 500 રૂપિયાથી વધીને 550 રૂપિયા થશે. જ્યારે અન્ય ઘરેલુ ગ્રાહકોએ હવે 803 રૂપિયાને બદલે 853 રૂપિયા ચૂકવવા પડશે.

    હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારના દરોના આધારે દર 2થી 3 અઠવાડિયામાં LPGના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા, 1 એપ્રિલના રોજ, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1,762 રૂપિયા છે.

    એ નોંધનીય છે કે ભારત તેની LPG જરૂરિયાતોના 60% આયાત કરે છે, જેના કારણે તેના ભાવ વૈશ્વિક બજાર પર ખૂબ નિર્ભર છે. જુલાઈ 2023માં LPGનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ મેટ્રિક ટન 385 ડોલર હતો, જે ફેબ્રુઆરી 2025માં 63% વધીને 629 ડોલર પ્રતિ મેટ્રિક ટન થયો.

    લોકસભામાં રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર, 1 માર્ચ, 2025 સુધીમાં, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 10.33 કરોડ લાભાર્થીઓ નોંધાયેલા છે. દેશમાં ઘરેલુ LPG ગ્રાહકોની કુલ સંખ્યા 32.94 કરોડ છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2024 પછી ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આ પહેલો વધારો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply