જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદ સામે મોટી કાર્યવાહી, વિવિધ જિલ્લાઓમાં CIKના દરોડા
Live TV
-
જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાશ્મીર પોલીસની ઈન્ટેલિજન્સ વિંગ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાશ્મીર પોલીસની ઈન્ટેલિજન્સ વિંગ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે કાશ્મીરમાં ઘણા ઠેકાણાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. CIK દ્વારા ઘણા સ્થળોએ રેડ કરીને આતંકવાદ સામે લડ઼વાની અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચત કરતા આ કાર્ય કર્યું છે. આજે વહેલી સવારથી શ્રીનગર, બડગામ, અવંતીપોરા, પુલવામા, કુપવાડા અને શોપિયાં જિલ્લાઓ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં આતંકવાદીઓ સાથે સંબંધ રાખનારા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દરોડા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધારવામાં આવી છે.