નવી દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રના રાષ્ટ્રીય સંમેલનનો આજે બીજો અને આખરી દિવસ
Live TV
-
નવી દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રના રાષ્ટ્રીય સંમેલનનો આજે બીજો અને આખરી દિવસ
નવી દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રના રાષ્ટ્રીય સંમેલનનો આજે બીજો અને આખરી દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે સમાપન સત્રને સંબોધન કરશે. સુપ્રિમ કોર્ટના નવા ઝંડા અને વિશિષ્ટ ચિન્હનું અનાવરણ કરશે. સુપ્રિમ કોર્ટ દ્વારા આયોજીત બે દિવસીય સંમેલનમાં પાંચ સત્રોનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ન્યાયતંત્રથી સંબંધીત વિષયો જેમ કે ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંસાધન, તમામ માટે સમાવેશી ન્યાયતંત્ર, સુરક્ષા તેમજ કલ્યાણ પર ચર્ચા થઇ રહી છે.
કોન્ફરન્સના પ્રથમ દિવસે ન્યાયતંત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનોને વધારવાના માર્ગો શોધવા. ન્યાયાધીશોની સુરક્ષાની ચિંતાઓ સહિત ન્યાયિક સુરક્ષા અને અનેક કલ્યાણકારી પહેલો અંગે પણ ચર્ચા કરવામાં આવી. બીજા દિવસે સત્રોમાં કેસ હેન્ડલિંગ અને પેન્ડિંગ કેસોમાં ઘટાડો કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે. આ માટે કેસ મેનેજમેન્ટ પર સેશનનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત અંતિમ દિવસે ન્યાયાધીશો માટેના ન્યાયિક તાલીમ અભ્યાસક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.