Skip to main content
Settings Settings for Dark

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા આજે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લેશે

Live TV

X
  • નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 11:30 વાગ્યે આયોજિત એક કાર્યક્રમમાં અબ્દુલ્લા અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળી ત્યારે લેફ્ટનન્ટ ગવર્નરે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ ચૂંટણી દસ વર્ષના ગાળા બાદ યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની છેલ્લી ચૂંટણી 2014માં યોજાઈ હતી. શપથ ગ્રહણ સમારોહ સ્થળની આસપાસ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

    ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાની પાર્ટીએ વિધાનસભાની 90માંથી 42 બેઠકો જીતી છે. જ્યારે પક્ષના સહયોગી કૉંગ્રેસે ગઠબંધનને પ્રચંડ બહુમતી આપતા છ બેઠકો જીતી હતી. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, આમ આદમી પાર્ટી અને સ્વતંત્ર ધારાસભ્યો સહિત અન્ય ઘણા વિજેતા પક્ષોએ ઓમર અબ્દુલ્લાના નેતૃત્વને વધુ મજબૂત કરીને નેશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસ ગઠબંધન સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

    કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ઈન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply