પહલગામ આતંકવાદી હુમલા બાદ મળી સર્વપક્ષીય બેઠક, આગામી રણનીતિ પર થઈ ચર્ચા
Live TV
-
પહલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં આ બેઠક યોજવામાં આવી હતી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. તો દરેક પાર્ટીએ આ આતંકવાદ સામે લડવા અને સરકાર સાથે રહેવા જણાવ્યું હતું.. બેઠકની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.