Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ નાગપુરના સ્મૃતિ મંદિરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સવારે મહારાષ્ટ્રના નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપકો ડૉ. કેશવ હેડગેવાર અને માધવરાવ ગોલવલકર ગુરુજીને સમર્પિત સ્મારકો પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

    આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને RSSના વરિષ્ઠ સભ્ય ભૈયાજી જોશી પણ હાજર હતા.

    પીએમ મોદીની આ મુલાકાત હિન્દુ નવા વર્ષ એટલે કે ગુડી પડવાના પ્રારંભ પ્રસંગે સંઘના પ્રતિપદા કાર્યક્રમ સાથે સુસંગત છે. 1925માં નાગપુરમાં ડૉ. કેશવ હેડગેવાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વર્ષે તેની શતાબ્દી ઉજવી રહ્યું છે.

    બાદમાં, પ્રધાનમંત્રીએ દીક્ષાભૂમિની મુલાકાત લીધી અને ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. 1956માં દીક્ષાભૂમિ ખાતે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply