પીએમ મોદીએ સોલાપુરમાં દેશનો સૌથી મોટો કામદાર આવાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને કર્યો સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ 9 જાન્યુઆરી, 2019ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રના સોલાપુરમાં વિકાસ પ્રોજેક્ટનું તેમજ કુંભારી, સોલાપુરમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે બાંધવામાં આવેલા મકાનોનું ઉદ્ઘાટન કર્યું. કામદારો માટે આ દેશનો સૌથી મોટો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે રાજ્યપાલ રમેશ બૈસ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનો આવાસ પ્રોજેક્ટ 350 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં કુલ 834 બિલ્ડીંગ અને 30,000 ફ્લેટ છે. આ દેશની સૌથી મોટી લેબર કોલોની છે. પ્રધાનમંત્રી મોદીએ 9 જાન્યુઆરી, 2019ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. લગભગ 5 વર્ષ પછી, પ્રધાનમંત્રી મોદીએ તેમનું વચન પૂરું કર્યું અને આ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે.
મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. તેઓ બપોરના 2:45 વાગ્યે કર્ણાટકના બેંગલુરુમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે અને બોઈંગ સુકન્યા કાર્યક્રમને લોન્ચ કરશે. સાંજે 6 વાગ્યે પ્રધાનમંત્રી ચેન્નાઈ, તમિલનાડુમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.