Skip to main content
Settings Settings for Dark

પેરિસમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે પેરાઓલિમ્પિકની થઈ શરૂઆત

Live TV

X
  • ફ્રાન્સની રાજધાની પેરિસમાં ગઈકાલે પેરાલિમ્પિક ગેમ્સની ભવ્ય શરૂઆત થઈ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં રંગારંગ સમારોહ દરમિયાન ગેમ્સની શરૂવાત કરી. 167 દેશોનું પ્રતિનિધિત્વ કરતા કુલ 4,400 પેરાલિમ્પિક રમતવીરોએ ચેમ્પ્સ એલિસીસથી પ્લેસ ડી લા કોનકોર્ડ સુધી કૂચ કરી.

    ભારતીય ટુકડીનું નેતૃત્વ ટોક્યો 2020 સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલ અને વિશ્વ વિક્રમ ધારક ટેબલ ટેનિસ ખેલાડી ભાગ્યશ્રી જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગેમ્સની આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા-એથ્લેટ્સ ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં ભારતીય ખેલાડીઓની આ સૌથી મોટી ટુકડી છે. ભારત કુલ 22 રમતોમાંથી 12 રમતોમાં ભાગ લેશે.

    કૃષ્ણા નાગર બેડમિન્ટનમાં મેન્સ સિંગલ ટાઇટલ માટે રમશે. જ્યારે અવની લેખા અને મનીષ નરવાલ શૂટિંગમાં લક્ષ્ય રાખશે. આજથી ભારતીય ખેલાડીઓ તીરંદાજી, સાયકલિંગ, તાઈકવાન્ડો, સ્વિમિંગ અને ટેબલ ટેનિસમાં ભાગ લેશે. આવતીકાલથી એથ્લેટિક્સ સ્પર્ધા શરૂ થશે. તેમાં 38 ભારતીય એથ્લેટ ભાગ લેશે. લોકોની નજર બરછી ફેંકનાર સુમિત અંતિલ અને ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલ પર રહેશે. પેરિસ પેરાલિમ્પિક્સ 9 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે.

    આજે  ભારત તેનું અભિયાન શરૂ કરશે.પ્રથમ દિવસે પેરા બેડમિન્ટનથી લઈને પેરા શૂટિંગ સુધીના ઘણા ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. અગાઉ ટોક્યોમાં યોજાયેલી પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સામેલ હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply