પ્રધાનમંત્રીએ આર્ચરી વર્લ્ડ કપમાં પ્રદર્શન બદલ ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીપિકા કુમારી, અંકિતા ભાકત, કોમાલિકા બારી, અતાનુ દાસ અને અભિષેક વર્માને પેરિસમાં આર્ચરી વર્લ્ડ કપમાં તેમનો ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, "છેલ્લા થોડા દિવસ વર્લ્ડ કપમાં આપણાં ધનુર્ધરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના સાક્ષી બન્યા. દીપિકા કુમારી, અંકિતા ભાકત, કોમાલિકા બારી, અતાનુ દાસ અને અભિષેક વર્માને તેમની સફળતા માટે અભિનંદન, જે આ ક્ષેત્રની નવોદિત પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે."
