પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે કેરળના પલક્કડમાં રોડ શો
Live TV
-
લોકસભાની ચુંટણીઓ જાહેર થતાંની સાથેજ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓના પ્રચાર અભિયાને વેગ પકડ્યો છે. આજે તેઓ બે રાજ્યો કેરળ અને તમિલનાડુના પ્રવાસે જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમની વિગતો ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તેના X હેન્ડલ પર શેર કરવામાં આવી છે. એક્સ હેન્ડલ પોસ્ટ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે કેરળના પલક્કડમાં બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધનના રોડ શોમાં હાજરી આપશે. આ પછી તેઓ આજે બપોરે તમિલનાડુ પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે તમિલનાડુના સેલમમાં ભાજપની જાહેરસભાને સંબોધશે.
ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુરમાં રોડ શો કર્યો હતો. પ્રધાનમંત્રીએ 1998માં શહેરને હચમચાવી મૂકનાર કોઈમ્બતુર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના પીડિતોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.