પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અંગોલાના રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ ગોન્સાલ્વિસ લોરેન્સિયો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્સિયો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગેની વાતચીત પછી, બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા.
વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મીડિયા સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.
રાષ્ટ્રપતિ લારેસિયોનું આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે તેમના માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે.
38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ લોરેન્સિયો આવતીકાલે નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે રોકાણ અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વ્યાપારી કાર્યક્રમમાં હાજરી આપશે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને અંગોલા વચ્ચે વર્ષોથી સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે.
વર્ષ 2023-24 દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ચાર અબજ ડોલરથી વધુ થવાનો અંદાજ છે. વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ સહયોગ અને સંરક્ષણ સંબંધો પણ વધી રહ્યા છે. બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક મંચો પર એકબીજાની ઉમેદવારીને ટેકો આપે છે.