પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ‘રણ વિસ્તાર અને ખરાબ જમીનમાં થઈ રહેલો વધારો અને દુકાળ’ અંગે વર્ચ્યુયલ માધ્યમથી સંબોધન કરશે. યુ. એન. ખાતેના ભારતના કાયમી દૂતાવાસના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રસંઘના રણ વિસ્તાર વધારાને અટકાવવા માટેના કોન્ફરન્સ ઓફ પાર્ટીના 14માં સત્રમાં અધ્યક્ષીય સંબોધન કરશે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના અધ્યક્ષ સહિત યુ. એન. ના ઉચ્ચ અધિકારી આ પરિષદમાં ઉપસ્થિત રહેશે. આ ઉચ્ચસ્તરીય મંત્રણા દરમિયાન રણ વિસ્તાર અને ખરાબ જમીનમાં થઈ રહેલો વધારો અને દુકાળ અંગે અત્યાર સુધી લેવાયેલા પગલાંની સમીક્ષા કરાશે તેમજ આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરાશે.
