પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કરશે. ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત પરિષદ થકી જ આજે ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં દેશની કુલ નિકાસમાં 33 ટકા હિસ્સો ધરાવે છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરે જણાવ્યું કે, અત્યાર સુધી 32થી વધુ દેશોએ આ પરિષદમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સહમતિ દર્શાવી છે. આ પરિષદમાં વિવિધ સેમિનાર, રીવર્સ બાયર્સ મીટ, બિઝનેસ પ્રોત્સાહન કાર્યક્રમો ઉપરાંત B2B, B2G, G2G, બેઠકો પણ યોજાશે જેમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થશે. અમૃત કાળમાં યોજાઇ રહેલી આ વાયબ્રન્ટ ગુજરાત પરિષદ 'વિકસિત ભારત@2047'ના સંકલ્પનો રોડ મેપ તૈયાર કરશે.