પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ એન્થોની અલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એન્થોની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે તમારી શાનદાર જીત અને ફરીથી ચૂંટાવા બદલ @AlboMPને અભિનંદન! આ ભવ્ય જનાદેશ તમારા નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન લોકોના સ્થાયી વિશ્વાસને દર્શાવે છે. હું ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."
ઓસ્ટ્રેલિયામાં એન્થોની અલ્બેનીઝનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમની લેબર પાર્ટીએ ફેડરલ ચૂંટણી જીતી લીધી છે. આ સાથે અલ્બેનીઝ સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. થોડા સમય પહેલા અલ્બેનીઝે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'વિશ્વના બોસ' ગણાવ્યા હતા. હવે ઓસ્ટ્રેલિયાના લોકોએ તેમને ફરીથી બોસ તરીકે પસંદ કર્યા છે. આ સાથે, અલ્બેનીઝ 21 વર્ષમાં ફરીથી ચૂંટણી જીતનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી બન્યા છે. વિપક્ષી નેતા પીટર ડટન પોતાની બેઠક પણ બચાવી શક્યા નહીં. તેમને લેબર પાર્ટીના ઉમેદવાર અલી ફ્રાન્સે હરાવ્યા હતા. ચૂંટણી પરિણામો આવ્યા પછી, ડટને હાર સ્વીકારી અને અલ્બેનીઝને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો.