ભારત સરકારની કાર્યવાહી: ડોન અને જીઓ ન્યૂઝ સહિત ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકાયો
Live TV
-
પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન, ભારત સરકારે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની ભલામણો પર અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચેનલો જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારત, તેના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સમુદાય સંવેદનશીલ કન્ટેન્ટ, ખોટી અને ભ્રામક સ્ટોરી પ્રસારિત કરી રહી હતી.
ભારતે જે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર કાર્યવાહી કરી છે તેમાં ડોન ન્યૂઝ (19.6 લાખ સબ્સ્ક્રાઇબર્સ), ઇર્શાદ ભટ્ટી (8.27 લાખ સબ્સ્ક્રાઇબર્સ), સમા ટીવી (1.27 કરોડ સબ્સ્ક્રાઇબર્સ), એઆરવાય ન્યૂઝ (1.46 કરોડ સબ્સ્ક્રાઇબર્સ), બોલ ન્યૂઝ (78.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ), રફ્તાર (8.04 લાખ સબ્સ્ક્રાઇબર્સ), ધ પાકિસ્તાન રેફરન્સ (2.88 લાખ સબ્સ્ક્રાઇબર્સ), જીઓ ન્યૂઝ (1.81 કરોડ સબ્સ્ક્રાઇબર્સ), સમા સ્પોર્ટ્સ (73.5 હજાર સબ્સ્ક્રાઇબર્સ), જીએનએન (35.4 લાખ સબ્સ્ક્રાઇબર્સ), ઉઝૈર ક્રિકેટ (2.88 લાખ સબ્સ્ક્રાઇબર્સ), ઉમર ચીમા એક્સક્લુઝિવ (1.25 લાખ સબ્સ્ક્રાઇબર્સ), અસ્મા શિરાઝી (1.33 લાખ સબ્સ્ક્રાઇબર્સ), મુનીબ ફારૂક (1.65 લાખ સબ્સ્ક્રાઇબર્સ), સુનો ન્યૂઝ એચડી (13.6 લાખ સબ્સ્ક્રાઇબર્સ) અને રાઝી નામા (2.70 લાખ સબ્સ્ક્રાઇબર્સ)નો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં ભારતે સિંધુ જળ સંધિને રોકવાનો નિર્ણય લીધો છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિ હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન સંબંધોમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.