Skip to main content
Settings Settings for Dark

મુંદ્રા પોર્ટ ભારતનું પ્રથમ 200 MMT કાર્ગો હેન્ડલ કરનાર બંદર બન્યું

Live TV

X
  • અદાણી પોર્ટ્સના તમામ બંદરો પર કુલ 450 MMT કાર્ગો હેન્ડલિંગ 200MMT કાર્ગો હેન્ડલ કરનાર અદાણી પોર્ટસ મુંદ્રા બન્યું દેશનું પ્રથમ પોર્ટ

    અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટન (MMT)ના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 MMT કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે APSEZ ના કદને પણ ઉન્નત કરે છે. APSEZના પોર્ટફોલિયોમાં 450 MMT કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે એકલા અદાણી પોર્ટ મુન્દ્રાની 200 MMT ની સ્વતંત્ર સિદ્ધિ આ સફળતામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.

    નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન જે પડકારજનક વૈશ્વિક વેપાર વાતાવરણનો સામનો કર્યો હતો તેને ધ્યાનમાં રાખીને અદાણી પોર્ટની મુન્દ્રા સફળતા વધુ નોંધપાત્ર છે. વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ, વેપાર પ્રવાહને વિક્ષેપિત કરનારા વધતા ટેરિફ અને સતત ચાલુ સંઘર્ષો અને અન્ય દેશોની આર્થિક અસ્થિરતાને કારણે બહારની સપ્લાય ચેઇનમાં ઉથલપાથલ સહિત નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડ્યો. છતાં, અદાણી પોર્ટસ વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું, પ્રતિકૂળતાનો સામનો કરીને તેની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનક્ષમતા સાબિત કરી.

    નાણાકીય વર્ષ 2024-25 માં 200 MMT કાર્ગો હેન્ડલિંગની આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ભારતના અગ્રણી લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે અદાણી પોર્ટ્સને મજબૂત બનાવે છે. ઉપરાંત, આર્થિક પ્રગતિ વધારવા, વૈશ્વિક વેપારી જોડાણ વધારવા, ઉત્પાદન અને વેપાર કેન્દ્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપવા માટે અદાણી પોર્ટના યોગદાનને દર્શાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply