મુસ્લિમોને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી સબસીડી આ વર્ષથી બંધ
Live TV
-
સબસીડીરૂપે અપાતો ખર્ચ મુસ્લિમ સ્ત્રીસશક્તિકરણ માટે ઉપયોગ કરવામાં આવશે.
આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ,નર્મદા કલ્પસર, પાટનગર યોજના, ઉર્જા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાઇ હતી. જેમાં ભાજપ અન કોંગ્રેસના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. મંત્રીઓએ ગૃહમાં પોતાના વિભાગના જવાબો રજૂ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના એક પણ સભ્ય પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન પ્રશ્નો પુછવા કે પેટા પ્રશ્નો પુછવા કે ચર્ચામાં ભાગ લેવામાંથી અલગ રહ્યા હતા. ત્યાર બાદ ઇશ્વરભાઇ પરમાર સૌરભભાઇ પટેલ, આર.સી.ફળદુ, ગણપત વસાવા અને દિલીપ ઠાકોરે પોતાના વિભાગના વાર્ષિક અહેવાલો રજૂ કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ રજૂ કરેલ બજેટ પરની માંગણીઓ પરની ચર્ચા હાથ ધરાઇ હતી. જેમા વિપક્ષના સભ્યોએ વિરોધનો સૂર પુરાવ્યો હતો. જ્યારે શાસક પક્ષના સભ્યોએ પ્રશંસા કરી હતી. ભાજપના ધારાસભ્ય મહેશભાઇ રાવલે મુસ્લિમોને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી સબસીડી આ વર્ષથી બંધ કરવાનો કેન્દ્રે નિર્ણય કર્યો છે , તે બાબત ગૃહને જણાવી હતી. તેમણે કહ્યું હતું કે જે ખર્ચ સબસીડીરૂપે અપાતો હતો. તે હતો મુસ્લિમ સ્ત્રીસશક્તિકરણ માટે કરવામાં આવે છે.