મોટર વાહન અધિનિયમ 1988ને લગતા દસ્તાવેજોની માન્યતાની અવધિ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી
Live TV
-
પરિવહન મંત્રાલય હાઇવે મોટર વાહન અધિનિયમ 1988 સંબંધિત દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી દીધી છે. પરિવહન મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે, આ દસ્તાવેજો 30 સપ્ટેમ્બર સુધી અમય રહેશે. આમા દસ્તાવેજો સામેલ છે જેની માન્યતા 1 ફેબ્રુઆરી 2020 બાદ અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધી પૂરી થઈ રહી હતી. જેનાથી સામાન્ય લોકોને પરિવહન સંબંધિત સેવાઓનો લાભ લેવામાં મદદ મળશે.
માર્ગ પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં કામ કરી રહેલા નાગરિકો, ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય સંગઠનોના હિતમાં એડવાઈઝરીનું સંપૂર્ણ રીતે પાલન કરો. જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
મંત્રાલયે કોવિડને ધ્યાનમાં રાખતા છઠ્ઠી વખત વાહન સાથે સંબંધિત દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી છે. સૌથી પહેલા 30 માર્ચ 2020ના રોજ ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વાહન પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની માન્યતા અવધિ વધારી હતી. ત્યારબાદ 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021ના રોજ પણ આ દસ્તાવેજોની માન્યતા અવધિ વધારવામાં આવી હતી.
