Skip to main content
Settings Settings for Dark

મોડર્નાની કોરોના રસીને ભારતમાં રેગ્યુલેટરી મંજૂરી મળી

Live TV

X
  • કોરોના માટેની મોડર્ના વેક્સિનને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આરોગ્ય મંત્રાલયે આપી હોવાનું નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલ એ જણાવ્યું છે. નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર થયેલી હોય તેવી પહેલી વેક્સિન મોડર્નાના પણ બે ડોઝ લેવા પડશે. ગર્ભવતી મહિલાઓનાં રસીકરણ વિશે તેમણે કહ્યું હતું કે, આ અંગે પરીક્ષણ ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના વિશે ગાઈડલાઈન બહાર પડાશે. કોવેક્સિન, કોવીશિલ્ડ, સ્પૂતનિક અને મોડર્ના- એમ ચારેય રસી ધાત્રી માતાઓ માટે સલામત હોવાનું જણાયું છે. કોરોના વાઇરસના સૌથી ઘાતક સ્વરૂપ એવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કુલ 51 કેસ ભારતમાં બહાર આવ્યા હોવાની વાત પણ તેઓએ કરી હતી. આરોગ્ય સચિવ લવ અગ્રવાલે આ પ્રસંગે કહ્યું હતું કે, દેશમાં વેક્સિનનો પહેલો ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 27 કરોડ 27 લાખ ઉપર પહોંચી છે, જ્યારે પાંચ કરોડ 85 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply