રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના થયા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના થયા છે. રાષ્ટ્રપતિ મુર્મુ વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રહેશે. તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડી સોઝા પણ છે.
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન થયું હતું. ફેફસામાં ઇન્ફેક્શનને કારણે પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. 21 એપ્રિલ 2025ના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 7.35 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ સારવાર માટે રોમ શહેરની જેમેલી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તેમની 5 અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી.