Skip to main content
Settings Settings for Dark

લેફ્ટનન્ટ જનરલ પીએસ મિન્હાસે કોણાર્ક કોરની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી

Live TV

X
  • કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પીએસ મિન્હાસે 30મી જૂન, 2021ના રોજ કોણાર્ક કોરની કામગીરી, તાલીમ અને વહીવટી તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. જનરલ ઓફિસરને ટેક્નોલોજી સંચાલિત નેટવર્ક કેન્દ્રિત યુદ્ધભૂમિ માહોલમાં પડકારો અને અવસરો ઝડપી લેવા માટે હાથ ધરવામાં આવી રહેલી વિવિધ પરિચાલન પહેલો અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જનરલ ઓફિસરને કોણાર્ક કોરના તમામ ફોર્મેશન કમાન્ડર્સ દ્વારા પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

                લેફ્ટનન્ટ જનરલ પીએસ મિન્હાસે તમામ સેવાઓની અંદર પરિચાલન તૈયારી, સમન્વય અને સહકારનું ઊચ્ચ સ્તર જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે ફોર્મેશનની તૈયારી અંગે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને તમામ રેન્કને સખત તાલીમ પ્રાપ્ત કરવા અને તૈયારીના ઊચ્ચ ધોરણો જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply