વર્ષ 2024-25 માટે GDP વૃદ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
Live TV
-
ચાલુ નાણાંકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનું અનુમાન છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2024-25 માટે GDP વૃદ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું. ચાલુ નાણાંકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનું અનુમાન છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, ગ્રામીણ માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. મૂડીગત વપરાશમાં વૃદ્ધિ થવાને કારણે રોકાણમાં વધારો થઈ રહ્યો છે ઉપરાંત પર્સનલ રોકાણમાં પણ સુધારાના સંકેત જોવા મળી રહ્યો છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું કે, આર્થિક ગતિવિધિ વધુ મજબૂત થઈ છે. NSO અનુસાર નાણાંકીય વર્ષ 2023-24માં વિકાસ દર 7.3 ટકા રહી શકે છે અને તે નાણાંકીય વર્ષ 2024-25માં પણ જળવાઈ રહેવાની સંભાવના છે. વૈશ્વિક રેટિંગ એજન્સી અનુસાર ચાલુ નાણાંકીય વર્ષ 2023-24માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકાથી 6.9 ટકા રહેવાનું અનુમાન છે.
RBI એ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો છે. વર્ષ 2025માં મોંઘવારીનો દર 4.5 ટકા રહેવાની ધારણા છે. વર્ષ 2024 માટે ગ્રોથ રેટનો અંદાજ વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય નીતિ રજૂ કરતાં જણાવ્યું કે, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ફુગાવો ઘટી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની જાહેરાત કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસીય મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય જાહેર કર્યા છે. ફેબ્રુઆરી 2023માં વ્યાજદર 6.15 ટકાથી 6.50 ટકા કરવામાં આવ્યો હતો.