Skip to main content
Settings Settings for Dark

વિશ્વ યોગ દિવસની દેશભરમાં અને રાજ્યમાં કરાઈ ઉજવણી તેમજ પ્રધાનમંત્રીએ કર્યું યોગ દિવસે વિશેષ સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રીએ 7માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર કર્યું સંબોધન

    પ્રધાનમંત્રીએ આજે 7માં વિશ્વ યોગ દિવસે સંબોધન કર્યું. આપણે જોયું છે કે ઘણી શાળાઓ યોગ સાથે તેમના ઓનલાઇન વર્ગોની શરૂઆત કરે છે.તે માનસિક અને શારીરિક રીતે બાળકોને મહામારી સામે લડવા માટે તૈયાર કરી રહ્યું છે.તેમને વધુમાં કહ્યું કે, યોગ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નહીં માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ આપણને તાણ અને મુસીબતથી બચવા હિંમત આપે છે અને નકારાત્મકતાથી સર્જનાત્મકતાનો માર્ગ બતાવે છે. યોગ આપણને હતાશાથી ઉલ્લાસ અને પ્રમાદથી પ્રસાદ સુધી લઈ જાય છે. તેમણે જણાવ્યું કે, હવે વિશ્વને M-Yoga એપ્લિકેશનની શક્તિ મળવાની છે. આ એપ્લિકેશનમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ તાલીમના ઘણા વીડિયો વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે.આપણે બધાએ જોયું છે કે આવા મુશ્કેલ સમયમાં યોગ આત્મવિશ્વાસનું એક મોટું માધ્યમ બની ગયું છે. ભારતનાં ઋષિઓએ, ભારતે જ્યારે પણ આરોગ્યની વાત કરી છે, તેનો અર્થ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નથી. એટલા માટે યોગમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2 વર્ષથી વિશ્વભરના દેશો અને ભારતમાં ભલે કોઈ મોટા સાર્વજનિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસ પ્રત્યે ઉત્સાહ ઓછો નથી થયો. 

    ગુજરાતમાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરાઈ યોગ દિવસની ઉજવણી 

    આજે વિશ્વ યોગ દિવસના દિવસ પર વૈશ્વિક સ્તરે તો ઉજવણી થઇ જ રહી છે પણ સાથે જ ગુજરાત રાજ્યમાં પણ 7માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પુરા જોશ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે યોગ અભ્યાસ કરતા યોગ સાધકો જોવા મળ્યા નાની ઉમર થી લઇ મોટી ઉંમરના લોકો યોગ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા. સાથે જ રાજકોટમાં પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની જવાની કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ અધિકારીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી. ગુજરાતમાં અડાલજની વાવ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સાથે જ સુરાતમાં પણ યોગ દિવસની ઉજવણી થઇ હતી જેમાં મેયર હેમાલી બોઘાવાલાએ પણ ભાગ લીધો હતો અને યોગ કર્યા તેમજ વિદ્યાકુંજ સ્કૂલમાં શિક્ષકો અને સ્ટાફ સાથે યોગ કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 75 જેટલા હેરિટેજ સ્થળો ઉપર યોગનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં આવેલી રાણીની વાવ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply