શહીદ દિવસ : PM નરેન્દ્ર મોદીએ ભારતના વીર સપૂત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કર્યા યાદ
Live TV
-
અમને ગર્વ છે કે આ ત્રણેય મહાપુરૂષ અમારા દેશથી છે-PM
આજે 23 માર્ચ ,દેશમાં ,આ દિવસને ,શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર વિડિયો પોસ્ટ કરી ભારત માતાના ત્રણેય સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે..તેમણે ટ્વીટ કરતા લખ્યુ છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એ આપણા ઈતિહાસના ગૌરવશાળી મહાપુરુષ હતા...અમને ગર્વ છે કે તેઓ ભારત દેશથી હતા..માતૃભૂમિની સ્વતંત્રતા જ ,જેમનું જીવન લક્ષ્ય હતું, એવા ક્રાંતિવીરોને ,યાદ કરવાનો દિવસ છે. ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ જેવા ,અનેક વીરોએ ,રાષ્ટ્ર માટે આપેલા ,બલિદાનને ,આજના દિવસે સો સો સલામ. શહીદ દિનની પૂર્વ સંધ્યાએ ,અમદાવાદ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે શહીદોને વીરાંજલિ અર્પણ કરવા માટે /ભાજપ યુવા મોરચા દ્વારા ,વિરાટ કવિ સંમેલનનું ,આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ,પ્રદેશ ભાજપા દ્વારા ,પાંચ શહીદોના પરિવારજનોનું ,શાલ અને મોમેન્ટો આપીને ,સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શહીદોના પરિવારજનોને ,રૂપિયા એક લાખની સહાયની જાહેરાત પણ ,કરવામાં આવી હતી. શહીદો સન્માનાર્થે યોજાયેલા ,આ કાર્યક્રમમાં ,મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ,ઋત્વીજ પટેલ ,ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સી.એમ. વિજય રૂપાણીએ જણાવ્યું હતું ,કે, અમારા માટે દેશ સૌ પ્રથમ છે. તેવી જ રીતે ,દેશ માટે શહીદ થનાર પણ ,પ્રથમ છે. આ પ્રસંગે ,કવિઓએ ,વીરરસની અભિવ્યક્તિ દ્વારા ,વાતાવરણને જીવંત બનાવી દીધું હતું