સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
Live TV
-
સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
સંસદના બંને ગૃહને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે અને તે સાથે જ બજેટ સત્રનું સમાપન થયું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આ બજેટ સત્રમાં 115 કલાક કામ થયું હતું અને ઉત્પાદકતા 136 ટકા રહી હતી. 27 કલાકથી વધુ સમય બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને કુલ 12 વિધેયક રજૂ થયા હતા. જેમાંથી 4 વિધેયક પસાર થયા છે. જેમાં ફાઇનાન્સ બિલ, 2024 વિનિયોગ બિલ, 2024 જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ, 2024 અને ભારતીય એરક્રાફ્ટ બિલ, 2024 નો સમાવેશ થાય છે. તો રાજયસભામાં પણ 3 વિધેયક પસાર કરવામાં આવ્યા છે અને રાજયસભાની ઉત્પાદતા 118 ટકા રહી હતી. સસંદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે, સંસદના બંને ગૃહમાં સાર્થક કામ થયું છે.