સ્વનિર્ભર ભારતનો ઉદ્દેશ નિકાસ વધારવાનો અને આયાત કરેલા માલના વિકલ્પો શોધવાનો છે
Live TV
-
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારતની ભાવના દેશની નિકાસ વધારવાની છે અને આયાત કરેલી ચીજવસ્તુના વિકલ્પો શોધવાની છે. વિઝન ઈન્ડિયા રોટરી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ 2020-21 ને સંબોધન કરતા ગડકરીએ કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષમાં દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ અને સક્રિય પહેલની વિચારધારાથી કેન્દ્રનું લક્ષ્ય છે કે રોકાણ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું અને રોજગારની વધુ તકો ઉભી કરવી.
નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના સસ્તા અને સારા વિકલ્પ તરીકે ઇથેનોલ અને બાયો-ઇંધણના ઉપયોગની તરફેણ કરી. તેમણે કહ્યું કે આ પ્રકારનાં બળતણને પ્રોત્સાહન આપવાથી ભારતીય અર્થ વ્યવસ્થાને વેગ મળશે. ગડકરીએ કહ્યું હતું કે ઓટો ઉદ્યોગ માટે આઠથી દસ દિવસમાં ફ્લેક્સ એન્જિનોનું નિર્માણ ફરજિયાત કરવામાં આવશે. ગ્રાહકો પાસે 100% પેટ્રોલ અથવા 100% ઇથેનોલ અથવા બાયો-ફ્યુઅલ પસંદ કરવાનો વિકલ્પ હશે.
