હવામાન વિભાગની આગામી બે દિવસ દરમિયાન દેશના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના દક્ષિણ ભાગો અને પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે અને આવતીકાલે રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગનું કહેવું છે કે આવતીકાલ સુધી કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન, દિલ્હી આજે આંશિક વાદળછાયું રહેશે અને અહીં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે.