હવે બાળકોને પણ આધાર કાર્ડ, UIDAI શરૂ કર્યું 'બાલ આધાર '
Live TV
-
UIDAI દ્વારા હવે બાળકો માટે ખાસ બાલ આધાર શરૂ કરવામાં આવ્યું જેનાથી બાળકોને કોઇપણ પ્રકારના બાયો મેટ્રિક સ્કેનિંગની જરૂર નહીં પડે.
5 વર્ષથી નાના બાળકો માટે હવે 'બાલ આધાર' શરૂ કરવામાં આવ્યું છે. આધારના ટ્વીટર પર આ જાણકારી આપતા મહિતી શેર કરવામાં આવી છે. બાલ આધાર વાદળી રંગનું હશે, જે તમામ સરકારી યોજનો લાભ મેળવવા માટે ઉપયોગી બનશે. બાલ આધાર સામાન્ય આધાર કાર્ડથી તદ્દન અલગ છે. બાળ આધાર કાર્ડ કઢાવવા માટે માતા અથવા તો પિતાના આધાર કાર્ડ અને બાળકના જન્મ પ્રમાણ પત્રના આધારે નિકળશે. જોકે જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે અને પછી 15માં વર્ષે છેલ્લીવાર બાયોમેટ્રિક કરાવવું પડશે, જે નિ:શુલ્ક રહેશે.
UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે, બાલ આધારમાં કઢાવવા માટે બાયો મેટ્રિક આઈડેન્ટિફિકેશન જેવી આઈરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ સ્કેનની જરૂર નહીં પડે. બાલ આધારનો રંગ વાદળી હજે જે બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે બાળક પાંચ વર્ષનું થશે ત્યારે તેને સામાન્ય આધાર કાર્ડમાં પરિવર્તિત કરી દેવાશે, જેમાં તમામ બાયોમેટ્રિક માહિતી જરૂર પડશે.
અંકિત યૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક