Skip to main content
Settings Settings for Dark

RBIના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સમાં "A+" રેટિંગ મળ્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગવર્નર દાસને કેન્દ્રીય બેંકના વડાઓમાં સર્વોચ્ચ રેટિંગ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસની બેંકિંગ સેક્ટરમાં ખ્યાતિને દુનિયા હવે ઓળખવા લાગી છે. શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે વિશ્વના ટોચના કેન્દ્રીય બેંકર તરીકે ચૂંટાયા છે. તેમને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર્સ રિપોર્ટ કાર્ડ 2024માં A+ રેટિંગ મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને બીજી વખત આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

    આરબીઆઈએ મંગળવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં તેમને A+ ગ્રેડ આપીને તેમને વિશ્વના ટોચના બેન્કર જાહેર કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ ગ્રેડ કેટેગરીમાં માત્ર 3 સેન્ટ્રલ બેંકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. શક્તિકાંત દાસ ઉપરાંત ડેનમાર્કના ક્રિશ્ચિયન થોમસેન અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને પણ A+ રેટિંગ મળ્યું છે.

    આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને વધુ સારા આર્થિક વ્યવસ્થાપન માટે આ સન્માન મળ્યુંઃ 

    શક્તિકાંત દાસને આ સન્માન મોંઘવારી, આર્થિક વૃદ્ધિ, ચલણમાં સ્થિરતા અને વ્યાજદર પર નિયંત્રણ માટે આપવામાં આવ્યું છે. ગયા વર્ષે તેમને ટોચના કેન્દ્રીય બેંકર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને A+ રેટિંગ મળ્યું હતું. RBI ગવર્નર દાસને ગયા વર્ષે જૂનમાં લંડનમાં સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ 2023માં 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply