SC/ST એટ્રોસિટી એક્ટઃ દેશભરમાં દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન
Live TV
-
કેન્દ્ર સરકાર, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, સુપ્રિમ કોર્ટમાં આજે પુનઃ વિચાર પીટીશન દાખલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, સુપ્રિમ કોર્ટમાં આજે પુનઃ વિચાર પીટીશન દાખલ કરવામાં આવી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, સરકાર દલિતોના
અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. દલિત આદિવાસીનું રક્ષણ કરવું અમારી સરકારનું પ્રાધાન્ય છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે.જો કે આ મુદ્દે આજે દલિત સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં દલિત સંગઠનો પ્રદર્શનો કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને બંધ ખતમ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતિ અને જનજાતિ
અધિનિયમમાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચાર પીટીશન સરકાર દાખલ કરી છે.ગુજરાતમાં પણ દેખાવો અને પ્રદર્શનોની અસર જોવા મળી હતી. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર અને સૂરજ કરાડી ગામે બંધ પાળવામાં આવ્યું હતું.