UN: પાકિસ્તાનના કાશ્મીર અંગેના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ
Live TV
-
ભારતે ફરી એક વખત પાકિસ્તાનને કડક ભાષામાં જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રમાં કાશ્મીરને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવેદન પર ભારતે કડક જવાબ આપ્યો હતો. ભારતે પોતાના રાઈટ ઓફ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો હતો.
ભારતીય પ્રતિનિધિ અને ન્યુયોર્કમાં ભારતીય મિશનમાં પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનુ અતૂટ અને અભિન્ન અંગ છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં લાવવામાં આવેલ નિયમ અને કાનૂન ભારતનો આંતરિક મામલો છે. પ્રથમ સચિવે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદને નૈતિક, નાણાંકીય અને ભૌતિકરૂપથી મદદ કરતું રહ્યું છે અને એ જ પાકિસ્તાનની ઓળખ છે.