અમદાવાદનો નોર્થ બોપલ વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત, બોપલ-ઘુમા પાલિકાને આવેદનપત્ર અપાયુ
Live TV
-
નોર્થ બોપલ વાયા શીલજ રોડથી કેનાલ થઈને બળિયાદેવ મંદિર-નીલકંઠ બંગ્લોઝથી ગાર્ડન પેરે઼ડાઈઝ અને ડીપીએસ સુધીનો 3 કિલોમીટરનો માર્ગ અત્યંત જર્જરિત હાલમાં છે.
પંકજ શર્મા - અમદાવાદના નોર્થ બોપલ વિસ્તારના રહિશોએ ગટર, પીવાના પાણી અને રોડ-રસ્તાની સુવિધાના અભાવ મુદ્દે બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ બીપીન શેલાર અને સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન મહેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી..બોપલ-ઘુમા નગરપાલિકાના હદ વિસ્તાર અને ઔડાના સત્તાવિસ્તાર એવા નોર્થ બોપલમાં આવેલી ગાર્ડન પેરેડાઈઝ સોસાયટી, સન ઓપ્ટીમા સહિતની સોસાયટીઓમાં રહેતા 4000થી વધુ લોકોને ગટરની સુવિધા પાલિકા તરફથી મળી નથી..એટલું જ નહી પીવાના પાણીની સુવિધા પણ અપાઈ નથી..આ વિશે ગાર્ડન પેરેડાઈઝના રહિશોએ જણાવ્યુ હતુ કે નોર્થ બોપલ વાયા શીલજ રોડથી કેનાલ થઈને બળિયાદેવ મંદિર-નીલકંઠ બંગ્લોઝથી ગાર્ડન પેરે઼ડાઈઝ અને ડીપીએસ સુધીનો 3 કિલોમીટરનો માર્ગ અત્યંત જર્જરિત હાલમાં છે..આ માર્ગ નોર્થ બોપલને શીલજ તેમજ રીંગ રોડ-થલતેજ સુધી જોડે છે..જેથી અહીથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે.
જોકે આ માર્ગ ખખડધજ હોવાથી વાહન ખોટકાઈ જવાના કે ભાંગતૂટના બનાવો બને છે..કેનાલનું કાર્ય પણ ખોરંભ ચઢ્યુ છે...તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે..સોસાયટીના રહિશોના મત પ્રમાણે વર્ષ 2017-18માં વેરાની રકમ પણ નિયમિત પણ ભરપાઈ કરવામાં આવેલ છે..
તેમ છતા પ્રાથમિક સુવિધાઓ જ નથી અપાતી.આ તમામ બાબતોને લઈને રહિશોએ બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ બીપીન શેલાર અને સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન મહેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી તત્કાલ સુવિધા આપવા માટે જણાવ્યુ હતુ..
આવેદનપત્રમાં શું થઈ રજૂઆત?
- નોર્થ બોપલ વિસ્તાર છે સુવિધાનો અભાવ
- અહીની મોટા ભાગની સોસાયટીમાં ગટર કનેક્શન નથી
- શીલજ રોડથી કેનાલ રોડ-બળિયાદેવ મંદિરથી ગાર્ડન પેરેડાઈઝ-ડીપીએસ સુધી જર્જરિત માર્ગ
- પીવાના પાણીનું કનેક્શન ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીને નથી અપાયુ
- રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગનો અભાવ, ચોરીના બનાવ વધ્યાપાલિકા તરફથી શું પ્રતિભાવ મળ્યો?
- કમિટિના ચેરમેન મહેશભાઈએ જણાવ્યુ હતુ કે પીવાના પાણી પાલિકા વહેલીતકે કનેક્શન જોડી આપશે, 1100 રૂપિયા સભ્યદીઠ ભરાવીને કનેક્શન આપી દઈશુ.
- ગટરના કનેક્નશને લઈને ઔડાને અમે રજૂઆત કરીશુ..કારણ કે ઔડાના સત્તાહેઠળ આવે છે.રહિશોની અરજીને અમે ઔડા ચેરમેનને મોકલી આપીશુ.
- રોડ-રસ્તાના કામ માટે પણ તેમણે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.