અમરેલીના ખડાધાર ગામના ખેડૂત રતીભાઈની મરચાંની જાત સાનિયા રેવા અને 702ના વાવેતરમાં સફળતા
Live TV
-
રાજ્ય સરકાર ખેડૂતોની ખેત આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોએ કયા સમયે કયા પાકનું વાવેતર કરવું તેનું સતત માર્ગદર્શન આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના ખાંભાના ખડાધાર ગામના ખેડૂત રતીભાઈએ ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન બાદ બાગયત ખેતી છોડીને પોતાના ખેતરમાં ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપતી મરચાંની જાત સાનિયા રેવા અને 702 જાતના મરચાંનું વાવેતર કર્યું છે.
સરકારી સહાય અને ડ્રીપ અને મલચિંગના પધ્ધતિથી ખેતી કરીને મોટું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેતીવાડી વિભાગના માર્ગદર્શન થકી કરેલ મરચાંની ખેતીમાં મરચીના છોડ 6 ફૂટથી વધુ ઊંચા થાય છે અને મરચાંનો મોટો ફાલ જોવા મળી રહયો છે. મરચાંનું મોટું ઉત્પાદન મેળવી ને હવે ખેડૂત રતીભાઈ મરચાંનો પાવડર બનાવીને મૂલ્યવર્ધિત ખેતી તરફ વળીને મોટી આવક મેળવશે.