આજે ઇસ્ટર પર્વની ઉજવણી
Live TV
-
ઇસુ ખ્રિસ્તના પુનરજીવનના પવિત્ર દિવસના રૂપમાં આ પર્વ મનાવવામાં આવે છે
આજે ઇસ્ટર પર્વની ઉજવણી થઈ રહી છે. ઇસુ ખ્રિસ્તના પુનરજીવનના પવિત્ર દિવસના રૂપમાં આ પર્વ મનાવવામાં આવે છે. આ પર્વ પ્રેમ, સદભાવના અને કરૂણાનો સંદેશ આપે છે. પ્રભુ ઇસા મસીહના ઉપદેશ, આપણને આજે પણ માનવતાના રસ્તા પર ચાલવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે વિશ્વભરના ચર્ચમાં મિડનાઇટ માસનું આયોજન થયું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશ વિદેશમાં રહેનારા ખિસ્તી સમુદાયને ઇસ્ટરની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, કે ઇસ્ટર આપણા હૃદયમાં ખુશી અને ધીરજની ભાવના જગાવે છે અને ઇસુનો સંદેશ વિવિધ પંથો વચ્ચે સમાનતાનો માર્ગ કંડારે છે