ઓનલાઇન અરજીઓ સ્વીકારવા આઇખેડૂત પોર્ટલ મૂકાયું ખુલ્લુ.
Live TV
-
www.ikhedut.gujarat.gov.in પરથી જ ખેડુતો તમામ યોજનાઓનો લાભ મેળવી શકશે.
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સને ૨૦૧૮-૧૯ માટે કૃષિ વિકાસ યોજનાઓ હેઠળ સહાય અરજીઓ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે હેતુથી જેટલી સહાય યોજનાઓના જુદા-જુદા ૬૦ જેટલા ઘટકોમાં સહાય માટે ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી ગ્રામ પંચાયત કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા અથવા જાતે કરી શકાશે. આ ઘટકોમાં અરજી કરવા માટે ખેડૂતોએ રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૧૮-૧૯ માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૦૧/૦૪/૨૦૧૮ થી તા.૩૦/૦૪/૨૦૧૮ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂક્યું છે. જેમાં ખેતીવાડી ખાતાની ૩૨ પોતાના ૮-અ, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે રાખવી જરૂરી છે. ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ લઈ જરૂરી સાધનીક કાગળો સહિત દિન-૭માં ગ્રામસેવક મારફત અથવા રૂબરૂ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), તાલુકા પંચાયત કચેરીએ મોકલી આપવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લાના ખેડૂત ખાતેદારોને તેનો લાભ લેવા જણાવ્યું છે.