કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું કરાયુ સન્માન
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું યુનિસેફ તથા ગ્લોબલ શેપર્સ, સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ અને એલીકઝીર ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે , અમદાવાદમાં આ સન્માન સમારંભ યોજાયો હતો. સામાન્ય લોકોને પરવડી શકે તથા પર્યાવરણને અનુકુળ સેનેટરી નેપકીનની સુવિધાની શરૂઆત કરાવીને, માસિક સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં 5200 જન ઔષધી કેન્દ્રોના માધ્યમથી એક વર્ષમાં 10 કરોડ સુવિધા સેનેટરી નેપકીનનું વેચાણ કરવામાં આવ્યું છે. માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગામડાની ગરીબ મહિલાઓ સુધી નેપકીનની પહોંચ માટે તેઓ સતત પ્રયત્ન ચાલુ રાખશે.