ખ્યાતનામ પંજાબી સૂફી ગાયક પ્યારેલાલની દુનિયાને અલવિદા...
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ સુફી ગાયક પ્યારેલાલ વડાલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ શ્રી પ્યારેલાલ વડાલીના નિધનથી દુઃખ થયું છે. તેમની પ્રસ્તુતિઓએ વિશ્વ સ્તર પર મહાન લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમનું કાર્ય લોકોને સૂફી સંગીત તરફ આકર્ષિત કરતું રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”
જગ વિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકથી નિધન થયુ છે. રાષ્ટ્રપિત રામનાથ કોવિંદે પ્યારેલાલ વડાલીના નિધન પર ટ્વીટ કરી શોક પ્રગટ કર્યો છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગૂરૂવારે તેમને હ્રદય રોગનો હુમલો આવતાં અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન, શુક્રવાર વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અમૃતસર નજીક નાનકડા ગામે રહેતા વડાલી બ્રદર્સ દુનિયામાં પોતાની ગાયિકીથી લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું હતું. બન્ને ભાઈઓની જોડીએ કાફિયા, ગઝલ અને ભાજન પણ ગાતા હતા.
વડાલી બ્રદર્સએ બૉલિવુડમાં 'એ રંગરેજ મેરે', 'એક તૂ હી તૂ હી' જેવા લોકપ્રિય ગીત પણ ગાયા છે. તેમનું 'તૂ માને યા ના માને' લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે.
અંકિત ચૌહાણ, ડિજિટલ ન્યૂઝ રૂમ, ડીડી ન્યૂઝ ગુજરાતી