ગાંધીજીના 'દીકરા' સમાન હતા મહાદેવભાઈ દેસાઈ, બાપુની સેવામાં જ જીવન કર્યું હતું સમર્પિત
Live TV
-
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનમાં તેમના મુખ્ય સચિવ અને અંગત મદદનીશ તરીકે મહાદેવભાઈ દેસાઈએ જે મહત્વની ભૂમિકા ભજવી છે. પહેલી જાન્યુઆરી, 1892ના રોજ સુરતના સરસ ગામના ઓલપાડ વિસ્તારમાં જન્મેલા અને એક શિક્ષક પિતાના આ પુત્ર સુરતની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ આગળનો અભ્યાસ કરવા માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા હતા અને બાદમાં તેમણે LLB કર્યું હતું, આ સાથે તેમણે ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરી. તેમણે જોહ્ન મોર્લેની બૂક ‘ઓન કોમ્પ્રોમાઈઝ’નું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું અને આ માટે તેમને ગુજરાત ફોર્બ્સ સોસાયટી તરફથી પહેલું ઈનામ પણ મળ્યુ હતું. ત્યારે તેમને જાણ નહોતી કે તેઓ એક દિવસ ગાંધી બાપુની આત્મકથા ‘ધ સ્ટોરી ઓફ માય એક્સપરિમેન્ટ વિથ ધ ટ્રૂથ’નું ગુજરાતીમાં અનુવાદ કરશે.
મહાદેવભાઈ દેસાઈ નરહરિ પરિખની સાથે બાપુના શરૂઆતી અનુયાયીઓમાંથી એક હતા. તેઓ 1917માં આશ્રમ સાથે જોડાયા હતા અને બાપુની સાથે રહેવા માટે તેઓ રોજનું 22 કિમી જેટલું ચાલતા હતા. તેઓ એક મહાન વકીલ, પત્રકાર અને સાહિત્યકાર બની શક્યા હોત, પરંતુ તેમણે બાપુની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.
કિશોરલાલ મશરૂવાલાએ તેમનું વર્ણન કરતાં કહ્યું છે કેઃ ‘એક સાહિત્યકાર, કવિ, લેખક તેમજ ગાયક હોવા છતાં તેમણે સફાઈકર્મી, રસોઈયા, ધોબી, સેક્રેટરી, ક્લર્ક તેમજ શિક્ષકની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી’તેમણે બિઝી શેડ્યૂલની વચ્ચે પણ વાંચવાનું અને લખવાનું કામ ચાલું રાખ્યું. તેમણે નવજીવન, યંગ ઈન્ડિયા, હરિજન બંધુ, અમૃત બાઝાર પત્રિકા, ધ ઈન્ડિપેન્ડેન્ટ, ધ હિંદુમાં આર્ટિકલ લખીને પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું. ટાગોરની અનુવાદિત કૃતિઓ તેમજ જવાહરલાલ નહેરુની આત્મકથાનું ગુજરાતીમાં અનુવાદ સિવાય અન્ય પુસ્તકોનું પણ તેમણે અનુવાદ કર્યું, જેમાં ‘અ રાઈટિઅસ સ્ટ્રગલ- ધ સ્ટોરી ઓફ બારડોલી’નો પણ સમાવેશ થાય છે. બ્રિટિશોએ પ્રિન્ટિંગ પ્રેસ જપ્ત કર્યા બાદ તેમણે હસ્તલિખિત ન્યૂઝપેપર શરૂ કર્યા જેણે તે સમયે સનસનાટી મચાવી દીધી હતી.માણસ અને મહાત્મા વિશેના સેતુ સમાન મહાદેવભાઈ દેસાઈની ડાયરી ‘ડે ટુ ડે વિથ ગાંધી’ જેમાં સ્વતંત્રતા સંગ્રામના સૌથી મહત્વપૂર્ણ દિવસો વિશેની નાનામાં નાની વાતો પણ લખાઈ હતી. આ ડાયરી એ વસ્તુ હતી જેના માધ્યમથી દુનિયાને ગાંધી બાપુ વિશે ખૂબ સારી રીતે અને વધારે જાણવા મળ્યું.મહાદેવભાઈ દેસાઈ પર નિબંધ લખનાર એન્થ્રપૉલજિસ્ટ વેરિયર એલ્વિને ગાંધી બાપુ અને તેમને સોક્રેટિસ-પ્લેટોની જેમ ગુરુ-શિષ્ય ગણાવ્યા હતા સાથે જ તેમણે કહ્યું કે, ‘મહાદેવ દેસાઈ ગૃહ અને વિદેશ સચિવ હતા જેઓ ઓફિસ, ગેસ્ટ હાઉસ તેમજ રસોડામાં બધી વ્યવસ્થા કરતા હતા.
તેમણે ઘણા મહેમાનોની દેખરેખ રાખી સાથે જ બિનજરૂરી મુલાકાતીઓ સાથે મુલાકાત ન કરાવીને ગાંધીજીના 10 વર્ષ તો બચાવ્યા જ હશે. મહાદેવનું કામ ગાંધીને લાખો લોકો માટે વાસ્તવિક બનાવવાનું હતું. મહાત્માના જીવનનું વર્ણન કરતાં તેમણે પોતાના શબ્દોના માધ્મયથી તેમને દુનિયાના સૌથી પ્રિય વ્યક્તિ બનાવ્યા’.લોકો ગાંધીજીને રામ તો મહાદેવભાઈ દેસાઈને હનુમાન કહીને સંબોધતા હતા. તેમનું નિધન અગા ખાન પેલેસમાં 15 ઓગસ્ટ 1942ના રોજ 50 વર્ષની સાવ નાની વયે હાર્ટ અટેકના કારણે થયું હતું. જ્યારે તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન જેલમાં બંધ હતા ત્યારે બાપુના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા.