ગોધરાની સાયન્સ કોલેજના મેદાનમાં જોબ ફેર યોજાયો
Live TV
-
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી ગોધરા મહીસાગર દાહોદના સંયુક્ત ઉપક્રમે ગોધરાની સાયન્સ કોલેજના મેદાનમાં જોબ ફેર યોજાયો
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી ગોધરા મહીસાગર દાહોદના સંયુક્ત ઉપક્રમે ગોધરાની સાયન્સ કોલેજના મેદાનમાં જોબ ફેર યોજાયો હતો. પંચમહાલના કલેકટર ઉદિત અગ્રવાલ તેમજ ડીડીઓ એ.જે.શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં કલસ્ટર મેગા જોબફેરને ખુલ્લો મુકવામાં આવવ્યો હતો જેમાં પંચમહાલ મહીસાગર દાહોદ જીલ્લાના આશરે 5000થી વધુ બેરોજગાર યુવકો -યુવતીઓએ ભાગ લઇ આ રોજગાર મેળાને સફળ બનાવ્યો હતો. ગુજરાત રાજ્યની જાણીતી કંપનીઓ જેવી કેએમજી મોટર્સ પોલીકેબ વાયરસ ટાઈડ વગેરે એ સહભાગી બની પોતાની કંપની માટે જરૂરિયાત વાળા યુવક યુવતીઓ ને ભરતી માટે ઈન્ટર્વ્યુ લીધા હતા..