જીવન જ્યોતિ વીમા યોજના અને જીવન સુરક્ષા વીમા યોજના બની ગરીબોની બેલી
Live TV
-
નિરાધાર બાળકો, વિધવા મહિલાઓ, વૃદ્ધા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ વેલ્ફરે યોજનામાં ગરીબ લોકો પણ જીવન વિમાનો લાભ મેળવી શકે તે માટે અમલી બનાવેલી જીવન જ્યોતિ વીમા યોજના અને જીવન સુરક્ષા વીમા યોજના પંચમહાલના ગરીબ પછાત વિસ્તારના નિરાધાર બાળકો, વિધવા મહિલાઓ, વૃદ્ધા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ગોધરાના વેજલપુરમાં રહેતા ગણપતભાઈ રાવલનો પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગણપતભાઈનું કેન્સરના કારણે નિધન થતાં તેમના પરિવારને ફક્ત 15 દિવસમાં જ બે લાખ રૂપિયા તેમને ચૂકવવામાં આવ્યા હતા. તેમના ઘર ખર્ચ અને બાળકોના અભ્યાસ માટે આ રકમ ખૂબ જ કામ લાગી રહી છે. આવી જ રીતે ગોધરાના ઈશ્વરબેનનું પણ કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. આ બાદ વિમાની રકમ ઈશ્વરીબેનના પરિવારને આપી દેવામાં આવી છે. પંચમહાલ જિલ્લા માટે આ યોજનાના વહીવટની જવાબદારી સંભાળતા બેન્ક ઓફ બરોડાના રીજનલ મેનેજર વિવેક શુકલાના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં જીવન જ્યોતિ વીમા યોજનામાં 17 ક્લેઈમ મંજૂર કરેલ છે અને વીમાની રકમ વારસદારોને આપી દેવામાં આવી છે.