જૂનાગઢમાં પાણી બચાવો અભિયાન. ઘરે ઘરે મીટરથી પાણીનું વિતરણ
Live TV
-
ભૂગર્ભ ટાકાંમાં વરસાદી પાણીનો કરાય છે સંગ્રહ
આજે વિશ્વ જળ દિવસ છે. ભવિષ્યમાં સર્જાનારી પાણીની તંગીથી બચવા માટે પાણીનો બગાડ થતો અટકાવવો જરૂરી છે, ત્યારે જૂનાગઢના રણછોડનગર સોસાયટીના સ્થાનિકો પાણીનો બચાવ કરી પ્રેરણાદાયી કામગીરી કરી રહ્યા છે. પાણીનો બગાડ થતો અટકાવવા અહીં છેલ્લા 6 વર્ષથી ઘરે ઘરે મીટરથી પાણીનું વિતરણ થાય છે. મીટર પ્રમાણે બિલ ભરવાનું હોવાથી સૌ આપોઆપ પાણીની કરકસર કરતા થયા છે. આ ઉપરાંત વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંચય કરી પણ લોકો ચોખ્ખુ પાણી મેળવે છે, અને સાર્વજનિક પ્લોટમાં આવેલા કૂવા અને ફાજલ બોરને રિચાર્જ કરે છે. જેથી પાણીના તળ ઉંચા આવે. રણછોડનગરના લોકોના આ ઉમદા કાર્યમાંથી પ્રેરણા લઈને આસપાસની સોસાયટીઓએ પણ મીટર પદ્ધતિ અપનાવી છે.