પારસી સમાજના લોકોએ અંબિકા નદીના કાંઠે પવિત્ર જશનની ક્રિયા કરી
Live TV
-
જળ વંદના કરી સમગ્ર વિશ્વમાં જળ દેવતાની કૃપા બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. પારસી સમાજ દ્વારા દરેક મહિનાને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. તો આ મહિને પરબનું પર્વ ઉજવવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે પારસી સમાજના લોકોએ અંબિકા નદીના કાંઠે પવિત્ર જશનની ક્રિયા કરી હતી. ત્યારબાદ જળ વંદના કરી સમગ્ર વિશ્વમાં જળ દેવતાની કૃપા બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. પારસી સમાજ દ્વારા દરેક મહિનાને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. તો આ મહિને પરબનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. વિશ્વમાં ક્યારેય કોઈ જળ સંકટ ન આવે તે માટે પારસી સમાજના લોકો દ્વારા જળ સ્ત્રોતોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.