પાવાગઢ ખાતે પ્રથમ વખત લેસર શોની શરૂઆત થઈ
Live TV
-
પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ વખત લેસર શોની શરૂઆત થઈ
પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ વખત લેસર શોની શરૂઆત થઈ છે. રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથ સિંહ પરમાર દ્વારા શક્તિપીઠ પાવાગઢ પર આ શોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ લેસર શો મારફતે પાવાગઢનો ઈતિહાસ શક્તિ પીઠનો ઉદય ચાંપાનેરનો ઈતિહાસ અને વિશ્વામિત્રી નદીના ઉદભવ જેવી માહિતી દર્શનાર્થીઓને વિનામૂલ્યે દર્શાવવામાં આવશે. મહત્વનું છે કે યાત્રાધામ પાવાગઢના પ્રવાસનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર વિશેષ પ્રયાસો કરી રહી છે.